Victoria government logo

અપમાન વિરોધી સંરક્ષણોની તપાસનો પ્રતિસાદ - - Response to the Inquiry into Anti-Vilification Protections - ગુજરાતી (Gujarati)

The government wants to reduce hate crime and vilification in Victoria. This page provides information about how the government is working to improve protections against vilification.

અપમાન શું છે?

અપમાનExternal Link એ એક વર્તન છે. તે વ્યક્તિની જાતિ અથવા ધર્મને કારણે નફરત, ગંભીર તિરસ્કાર, ઘૃણા અથવા તીવ્ર મશ્કરીને પ્રોત્સાહન આપે છે. તે કોઇ વ્યક્તિ અથવા લોકોના જૂથની વિરૂદ્ધ હોય શકે છે.

અપમાનના ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થઇ શકે છેꓽ

  • ઓનલાઇન વંશવાદી ટિપ્પણીઓ કરવી જે અન્ય લોકોને કોઇ વ્યક્તિની નફરત અથવા તેની મશ્કરી કરવા પ્રેરે
  • જાહેર સભા અથવા સરઘસોમાં નિવેદનો આપવા કે જે લોકોના જૂથની તેમની જાતિ અથવા ધર્મના આધારે તિરસ્કાર કરવામાં પ્રોત્સાહિત કરે
  • ભીંતો પર લખવું જે લોકોને વંશીય અથવા ધાર્મિક જૂથથી નફરત કરવા પ્રોત્સાહિત કરે


વિક્ટોરિયામાં, રેશિયલ એન્ડ રીલીજીયસ ટોલરન્સ એક્ટ 2001External Link (વંશીય અને ધાર્મિક સહિષ્ણુતા અધિનિયમ ૨૦૦૧) અપમાન અટકાવે છે. તે લોકોને વંશ અને ધર્મના આધારે જાહેરમાં થતી નિંદાથી બચાવી શકે છે. તે વિકલાંગતા, લિંગ અથવા જાતીય અભિગમના આધારે થતા અપમાનને આવરી લેતું નથી.

અપમાન, ભેદભાવ અને જાતીય સતામણીથી અલગ છે

ભેદભાવExternal Link એ કાયદા દ્વારા સુરક્ષિત વ્યક્તિગત લાક્ષણિકતા (ઉદાહરણ તરીકે, તેમની ઉંમર, વિકલાંગતા અથવા લિંગ ઓળખ)ને કારણે વ્યક્તિ સાથે થતું ખરાબ અથવા અયોગ્ય વર્તન છે.

જાતીય સતામણીExternal Link એ અનિચ્છનીય જાતીય વર્તન છે, જે કોઇને મર્યાદાભંગની, અપમાનિત થયાની અથવા ડરની અનુભૂતિ કરાવે છે. ઉદાહરણ તરીકે, તેમાં કોઇની જાતીય જીવન વિશે સૂચક મજાક અથવા દખલગીરી ભર્યા પ્રશ્નોનો સમાવેશ થાય છે.

ઇકવલ ઓપોર્ચ્યુનિટી એક્ટ 2010External Link (સમાન તક અધિનિયમ ૨૦૧૦) જ્યારે જાહેર જીવનના કેટલાક ક્ષેત્રોમાં (ઉદાહરણ તરીકે, કામના સ્થળે, શાળામાં અને દુકાનોમાં) ભેદભાવ અને જાતીય સતામણી થાય ત્યારે તેને કાયદાની વિરુદ્ધ બનાવે છે.

વિક્ટોરિયામાં અપમાન વિરોધી સંરક્ષણની તપાસ

કાનૂની અને સમાજિક મુદ્દાઓની સમિતિએ વિક્ટોરિયાના અપમાન વિરોધી કાયદાઓ કેવી રીતે કામ કરી રહ્યા છે તેની તપાસ કરી હતી. આ સમિતિ વિક્ટોરિયાની સંસદમાં વિધાનસભાનો ભાગ છે.

સમિતિએ તેની તપાસના ભાગરૂપે જાહેર રજૂઆતો કરવા જણાવ્યું હતું. સમિતિને ૬૨ લેખિત રજૂઆતો અને ૧૧ પૂરક રજૂઆતો મળી હતી. તેમણે રૂબરૂ અને વીડિયો લિંક દ્વારા મેલબોર્નમાં સાત દિવસની જાહેર સુનાવણી યોજી હતી.

સમિતિએ ૩ માર્ચ ૨૦૨૧ના રોજ એન્ટી-વિલિફિકેશન પ્રોટેક્શન્સExternal Link (રિપોર્ટ – અપમાન વિરોધી સંરક્ષણો) પર પોતાનો અહેવાલ બહાર પાડ્યો હતો.

અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, નીચે જણાવેલ લોકો સહિત વિક્ટોરિયાના ઘણા લોકોને વારંવાર અપમાનનો સામનો કરવો પડે છેꓽ

  • સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિમાંથી આવતા
  • ચોક્કસ આસ્થા ધરાવતા જૂથો
  • જે લોકો એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર છે
  • જે એલજીબીટીઆઇક્યુ+ તરીકે ઓળખાય છે
  • વિકલાંગતા હોય

અપમાન શાળાઓમાં, રમતગમતના મેદાનો પર, કાર્યસ્થળો પર, સેવાઓમાં અને ઓનલાઇન થાય છે.

આ અહેવાલમાં વિક્ટોરિયાના અપમાન વિરોધી રક્ષણોને મજબૂત કરવા માટે ૩૬ ભલામણો કરવામાં આવી છે. કેટલીક મુખ્ય ભલામણોમાં નીચેની સામેલ છેꓽ

  • અપમાન વિરોધી રક્ષણો વંશી અને ધર્મથી આગળ વિસ્તૃત કરવું (ઉદાહરણ તરીકે લિંગ અને/અથવા જાતિ, જાતીય અભિગમ, લિંગ ઓળખ અને/અથવા લિંગ અભિવ્યક્તિ, જાતીય લાક્ષણિક્તાઓ અને/આંતરજાતીય સ્થિતિ, વિકલાંગતા, એચઆઇવી/એઇડ્સ સ્થિતિ અથવા વ્યક્તિગત સાહચર્યના આધારે અપમાન થતું અટકાવવા માટે)
  • કેટલા પ્રમાણમાં અપમાનને ફોજદારી અને ગુનાહિત અપમાન ગણવું તે માત્રાને ઓછી કરવી
  • નાઝી (જર્મન નેશનલિસ્ટ સોશયલિસ્ટ પક્ષના) પ્રતીકોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવો.

સરકારનો પ્રતિસાદ

વિક્ટોરિયાની સરકારે અહેવાલની ભલામણોનો જવાબ આપ્યો છેExternal Link . સરકાર અહેવાલની ૩૬ ભલામણોમાંથી ૩૪ને ટેકો આપે છે અથવા સૈદ્ધાંતિક રીતે ટેકો આપે છે.

સરકાર હવે ફેરફાર કરવાની શ્રેષ્ઠ રીતની યોજના બનાવી રહી છે. કેટલીક ભલામણોમાં સરકારને કાયદા બદલવાની જરૂર છે. ઘણામાં વિક્ટોરિયાના સમુદાયો, કે જે અપમાનનો અનુભવ કરતાં હોય, તેમની પાસેથી માહિતીની જરૂર પડશે. અમુકમાં વિવિધ માનવ અધિકારો પર કાળજીપૂર્વક વિચારણાની જરૂર પડશે.

સરકારની એન્ટી-રેસીઝમ ટાસ્કફોર્સExternal Link (જાતિવાદ વિરોધી દળ) વિક્ટોરિયાની નવી જાતિવાદ વિરોધી વ્યૂહરચના પણ વિક્સાવી રહી છે. જાતિવાદ વિરોધી વ્યૂહરચના તપાસની ભલામણોના અમલીકરણને પૂરક બનાવશે.

સરકાર યોગ્ય અપવાદ સાથે નાઝી પ્રતીકોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદા અમલમાં લાવશે. આ સ્પષ્ટ સંદેશ આપશે કે વિક્ટોરિયામાં નાઝી વિચારધારાના સંદર્ભમાં આ પ્રતીકોનું પ્રદર્શન સહન કરવામાં આવતું નથી. તેનો હેતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પ્રાચીન પ્રતીકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો અથવા તેને ગુનાહિત બનાવવાનો નથી.

સરકાર આ કાયદો ઘડવા માટે અન્યોની સાથે વિક્ટોરિયાના યહૂદી, હિંદુ, બૌદ્ધ અને જૈન સમુદાયો સાથે પરામર્શ કરશે.

સરકાર બૌદ્ધ અને જૈન સમુદાયો સહિત હિંદુ અને અન્ય આસ્થા સમુદાયો માટે સ્વસ્તિકના પ્રતીકના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને સ્વીકારે છે.

આ આસ્થા સમુદાયોના સભ્યો માટે, સ્વસ્તિકનું પ્રતીક માત્ર પૂજાસ્થળોમાં જ અંકિત નથી, પરંતુ ઘણીવાર આશીર્વાદ અને શાંતિના પ્રતીક તરીકે તેમના ઘરો અને ધાર્મિક સજાવટમાં બહાર પ્રદર્શિત કરવામાં આવે છે. આ પ્રતીક અને નાઝીઓ જેને હેકેનક્રુઝ પ્રતીક કહે છે, તે વચ્ચેનો તફાવત સમજવો અને તેના પ્રત્યે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, જેમાં હેકેનક્રુઝ નફરત અને હિંસા ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો. નાઝી હેકેનક્રુઝ પ્રતીક, જેમાં સ્વસ્તિક સાથે કેટલીક સમાન દેખાતી લાક્ષણિક્તાઓ છે, તેને પ્રતિબંધમાં આવરી લેવામાં આવે તેવી અપેક્ષા છે.

આ કાયદાના વિકાસમાં, અમે અસરગ્રસ્ત જૂથોના સમુદાયના આગેવાનોની સાથે મળીને ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપયોગ માટે સ્પષ્ટ અને કાયમી અપવાદ વિક્સાવવા માટે કામ કરીશું જેથી, આ સમુદાયોને નાઝી હેકેનક્રુઝ પર સૂચિત પ્રતિબંધથી નકારાત્મક પરિણામોનો સામનો ન કરવો પડે.

અપમાનનો અનુભવ કરતાં લોકો માટે મદદ

કટોકટીમાં, હંમેશા પોલીસને ત્રણ શૂન્ય (૦૦૦) પર બોલાવો.

જો તમને લાગતું હોય કે, તમે અપમાનનો અનુભવ કર્યો હોય તો, તમે નીચેનાનો સંપર્ક કરી શકો છોꓽ

  • વિક્ટોરિયન ઇકવલ ઓપોર્ચ્યુનિટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશન (વિક્ટોરિયાનું સમાન તક અને માનવ અધિકાર પંચ)
    વંશીય અથવા ધાર્મિક અપમાન વિશેની ફરિયાદો દૂર કરવામાં મદદ કરે છે. કમ્યુનિટી રિપોર્ટિંગ ટૂલનો ઉપયોગ કરીને ઓનલાઇનExternal Link ફરિયાદ કરો અથવા વીઇઓએચઆરસીને ૧૩૦૦ ૨૯૨ ૧૫૩ - પર ફોન કરો અથવા enquiries@veohrc.vic.gov.au પર ઇમેલ કરો
  • વિક્ટોરિયન લીગલ એઇડ (વિક્ટોરિયાની કાનૂની સહાય)
    કાયદા વિશે મફત માહિતી અને સહાય પ્રદાન કરે છે. સંપર્કꓽ ૧૩૦૦ ૭૯૨ ૩૮૭ અથવા legalaid.vic.gov.auExternal Link ની મુલાકાત લો
  • વિક્ટોરિયન એબોરિજિનલ લીગલ સર્વિસ
    વિક્ટોરિયામાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોને કાનૂની સલાહ અને માહિતી પ્રદાન કરે છે. સંપર્કꓽ ૧૮૦૦ ૦૬૪ ૮૬૫ અથવા vals@vals.org.au
  • રેઇનબો ડોર
    એક મફત નિષ્ણાત એલજીબીટીઆઇક્યુએ+ સહાય રેખા. તે વિક્ટોરિયાના તમામ એલજીબીટીઆઇક્યુએ+, તેમના પરિવાર અને મિત્રોને ટેકો અને સંદર્ભ પ્રદાન કરે છે. ૧૮૦૦ ૭૨૯ ૩૬૭, ઇમેલ support@rainbowdoor.org.au અથવા એસએમએસ ૦૪૮૦ ૦૧૭ ૨૪૬ દ્વારા સંપર્ક કરો
  • ક્યુલાઇફ
    જાતીયતા, ઓળખ, લિંગ, શરીર, લાગણીઓ અથવા સંબંધો સહિતના અનેક મુદ્દાઓ વિશે વાત કરવા માંગતા લોકો માટે આખા ઓસ્ટ્રેલિયામાં એલજીબીટીક્યુઆઇએ+ પીઅર સપોર્ટ અને સંદર્ભ પ્રદાન કરે છે. ૧૮૦૦ ૧૮૪ ૫૨૭ - પર સંપર્ક કરો અથવા qlife.org.auExternal Link ની મુલાકાત લો
  • રીપોર્ટ રેસિઝમ હોટલાઇન (વંશવાદની ફરિયાદ કરવા માટે)
    વિક્ટોરિયાની સરકારી શાળામાં વંશીય અને ધાર્મિક શોષણ અથવા ભેદભાવની ઘટનાની જાણ કરવા વિશે બાળકો અને માતાપિતા/સંભાળકર્તાઓ માટે સલાહ અને માર્ગદર્શન પ્રદાન કરે છે. સંપર્કꓽ ૧૮૦૦ ૭૨૨ ૪૭૬ અથવા report.racism@education.vic.gov.au
  • ડિસએબિલિટી ગેટવે (વિક્ટોરિયા)
    જે વિકલાગંતા સાથે જીવતા લોકો કે જેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોય અને સમાન વર્તન કરવામાં આવ્યું ન હોય, તેમને ટેકો આપતી હિમાયતી સંસ્થાની માહિતી અને કડીઓ પ્રદાન કરે છે. disabilitygateway.gov.au/legal/advocacy/vicExternal Link ની મુલાકાત લો
  • પેરેન્ટલાઇન
    માતાપિતા અને સંભાળકર્તાઓને સવારે ૮ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી, જાહેર રજાઓ સહિત અઠવાડિયામાં ૭ દિવસ યોગ્ય કાઉન્સેલર તરફથી કાઉન્સેલિંગ અને ટેકો પૂરો પાડે છે. ૧૩ ૨૨ ૮૯ – પર સંપર્ક કરો
  • ઓફિસ ઓફ ઇસેફ્ટી કમિશનર
    ઓનલાઇન સતામણી વિશેની ફરિયાદોનો જવાબ આપે છે. esafety.gov.au/reportExternal Link પર સાયબર બુલિંગ, છબી આધારિત સતામણી તેમજ કોઇ પણ ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રીના સંદર્ભમાં અહેવાલ આપી શકાય છે
  • લાઇફલાઇન
    ૨૪ કલાક કટોકટીમાં સહાયExternal Link અને આત્મહત્યા નિવારણ સેવાઓ પ્રદાન કરે છે. ૧૩ ૧૧ ૧૪ – પર સંપર્ક કરો
  • કિડ્ઝ હેલ્પલાઇન
    ૫થી ૨૫ વર્ષના યુવાનો માટે ૨૪-કલાક કાઉન્સેલિંગ સેવાExternal Link પૂરી પાડે છે. ૧૮૦૦ ૫૫૧ ૮૦૦ – પર સંપર્ક કરો અથવા counsellor@kidshelpline.com.au.
  • વિક્ટોરિયન એબોરિજિનલ કોમ્યુનિટી કન્ટ્રોલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વીએસીસીએચઓ)
    એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો માટે વિશિષ્ટ સંસાધનો અને સંપર્કો વિશે સલાહ અને વધુ માહિતી પ્રદાન કરે છે. સંપર્કꓽ ૦૩ ૯૪૧૧ ૯૪૧૧ અથવા vaccho.org.auExternal Link ની મુલાકાત લો
  • મેન્સલાઇન ઓસ્ટ્રેલીયા
    પુરુષો માટે ૨૪ કલાક મદદExternal Link , ટેકો, સંદર્ભો અને કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરે છે. ૧૩૦૦ ૭૮૯ ૯૭૮ – પર સંપર્ક કરો
  • સુસાઇડ કોલ બેક સર્વિસ
    આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય માટે ૨૪ કલાક કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. આત્મહત્યાના વિચારોથી પ્રભાવિત કોઇ પણ વ્યક્તિ માટે ટેલિફોન, ઓનલાઇનExternal Link અને વીડિયો દ્વારા ટેકો ઉપલબ્ધ છે. સંપર્ક ૧૩૦૦ ૬૫૯ ૪૬૭ - પર કરો
  • વિક્ટોરિયા પોલિસ
    કટોકટીમાં સહાય માટે, જેમાં તમે વંશીય અને ધાર્મિક અપમાન અથવા દુર્વ્યવહારની ગંભીર ઘટનાનો ભોગ બન્યા છો, તો ત્રણ શૂન્ય (૦૦૦) પર સંપર્ક કરો. વિક્ટોરિયા પોલિસ પૂર્વગ્રહ પ્રેરિત ગુનાનું સંચાલન કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણ police.vic.gov.au/prejudice-and-racial-and-religious-vilificationExternal Link પર મેળવો
  • બીયોન્ડ બ્લુ
    ચિંતા, હતાશા અને આત્મહત્યાથી અસરગ્રસ્ત લોકો માટે ૨૪ કલાકExternal Link ટેકો પૂરો પાડે છે. ૧૩૦૦ ૨૨૪ ૬૩૬ - પર સંપર્ક કરો. બીયોન્ડ બ્લુ પાસે એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના લોકો માટે સમર્પિત સંસાધનોExternal Link પણ છે.
  • હેડસ્પેસ
    માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતી અને ટેકો પ્રદાનExternal Link કરે છે. ૧૮૦૦ ૬૫૦ ૮૯૦ - પર સંપર્ક કરો. હેડસ્પેસ ૧૨ – ૨૫ વર્ષના કિશોરો માટે પ્રારંભિક હસ્તક્ષેપ માનસિક આરોગ્ય સેવાઓ પણ પ્રદાન કરે છે. હેડસ્પેસ વિશિષ્ટ રીતે એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો માટે પણ સંસાધનોExternal Link પ્રદાન કરે છે
  • રીચઆઉટ
    ૨૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે ટેકોExternal Link પૂરો પાડે છે
  • બ્લ્યુ નોટ ફાઉન્ડેશન
    બ્લ્યુ નોટ ફાઉન્ડેશન વિકલાંગ લોકો, તેમના પરિવારો અને સંભાળકર્તાઓ માટે મફત, નિષ્ણાત કાઉન્સેલિંગ સહાય અને સંદર્ભ સેવા પ્રદાન કરે છેExternal Link . ૧૮૦૦ ૪૨૧ ૪૬૮ (સોમથી શુક્રમાં પૂર્વી ઓસ્ટ્રેલિયાના ઊનાળાના સમય મુજબ સવારના ૯થી સાંજના ૬, શનિ-રવિ અને જાહેર રજાના દિવસેમાં પૂર્વી ઓસ્ટ્રેલિયાના ઊનાળાના સમય મુજબ સવારના ૯થી સાંજના ૫ સુધી) પર સંપર્ક કરો. જો તમને બહેરાશ હોય અથવા સાંભળવા અને બોલવામાં ક્ષતિ હોય તો, રાષ્ટ્રીય રીલે સેવાને ૧૩૩ ૬૭૭ - પર ફોન કરો અને તેમને ૦૨ ૬૧૪૬ ૧૪૬૮ નંબર કોલ કરવા આપો. દુભાષિયા માટે વિનંતી કરી શકાય છે
  • એસોસિયેશન ફોર ચિલ્ડ્રર વિથ ડિસએબિલિટિ
    વિક્ટોરિયામાં વિકલાંગ બાળકોના પરિવારોને માહિતી, ટેકો અને હિમાયત પ્રદાન કરે છે. (૦૩) ૯૮૮૦ ૭૦૦૦ પર સંપર્ક કરો અથવા acd.org.auExternal Link ની મુલાકાત લો
  • વેલમોબ
    સામાજિક અને ભાવનાત્મક સુખાકારીને કેન્દ્રમાં રાખીને એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો દ્વારા અને તેમના માટે બનાવવામાં આવેલા ઓનલાઇન સંસાધનોExternal Link પ્રદાન કરે છે.તેમાં વેબસાઇટ, એપ્સ, પોડકાસ્ટ્સ, વીડિયો, સોશિયલ મીડિયા અને ઓનલાઇન કાઉન્સેલિંગExternal Link નો સમાવેશ થાય છે. (૦૮) ૯૩૭૦ ૬૩૩૬ પર સંપર્ક કરો
  • યાર્નિંગ સેફએનસ્ટ્રોંગ
    એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો માટે આખા વિક્ટોરિયામાં ૨૪/૭ સામાજિક અને ભાવનાત્મક સુખાકારી સહાયરેખા પ્રદાન કરે છે. સંપર્ક માટે ૧૮૦૦ ૯૫ ૯૫ ૬૩, ઇમેલ ysns@vahs.org.au અથવા vahs.org.au/yarning-safenstrong/External Link ની મુલાકાત લો

Downloadable factsheet

Reviewed 06 December 2021

Was this page helpful?