Victoria government logo

નાણાંકીય સહાય અને વહેલું શરૂં થતું બાળમંદિર (Financial Assistance and Early Start Kindergarten) - ગુજરાતી (Gujarati)

સરકાર બધાં જ બાળકો માટે બે વર્ષના બાળમંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા નાણાં પૂરાં પાડે છે. મોટાભાગની સેવાઓ સરકારી ભંડોળ ઉપરાંત એક ફી લે છે. તમારો પરિવાર આ ખર્ચ સામે સહાય મેળવી શકે તેવું બને. જો તમે શરણાર્થી અથવા આશ્રયઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવતાં હોવ તો, વહેલું શરૂં થતું બાળમંદિર (અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન - ઇએસકે) કહેવાતો એક કાર્યક્રમ ઉપલબ્ધ છે. ઇએસકે સુનિશ્ચિત કરે છે કે, તમે તમારા બાળક માટે દર અઠવાડિયે મહત્ત્મ કલાકો માટે નિઃશુલ્ક બાળમંદિરનો કાર્યક્રમ મેળવી શકો.

૨૦૨૩માં ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિરના કાર્યક્રમો દર અઠવાડિયે ૫થી ૧૫ કલાકો માટે અને ચાર-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિર કાર્યક્રમો ૧૫ કલાક માટે છે. ઇએસકે થકી દાખલો મેળવવાથી, ત્રણ-વર્ષની-ઉંમરના માટે અને ચાર-વર્ષની-ઉંમરના માટે બાળમંદિરો, બંનેમાં દર અઠવાડિયે પૂરા ૧૫ કલાક મેળવી શકો તે સુનિશ્ચિત થાય છે. તે એવા બાળકો માટે ઉપલબ્ધ છે જે:

  • શરણાર્થી અથવા આશ્રર્યઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવે છે
  • એબોરિજીનલ અને ∕ અથવા ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર તરીકે ઓળખાય છે
  • જેમના પરિવારો બાળ સુરક્ષાના સંપર્કમાં આવ્યા છે

આ બાળકો વિક્ટોરિયામાં ગમે ત્યાં રહેતાં હોય તો પણ, કાર્યક્રમની શરૂઆતની અવધિમાં દર અઠવાડિયે ૧૫ કલાક નિઃશુલ્ક અથવા ઓછી કિંમતે બાળમંદિરમાં જઇ શકે છે. તમને અત્યારે જે મળે છે અને જે કલાકો છે તેમાં કોઇ ફરક પડશે નહિં.

અરજી કેવી રીતે કરવી:

ઇએસકે લાયક શિક્ષક દ્વારા પ્રદાન થતાં દરેક બાળમંદિર કાર્યક્રમમાં ઉપલબ્ધ છે. તમારા નજીકના બાળમંદિરનો સંપર્ક કરીને અને તેમને અર્લિ સ્ટાર્ટ કિંડર ગ્રાન્ટનો ઉપયોગ કરવા કહીને તમે તમારા બાળકનો દાખલો કરાવી શકો છો. બાળમંદિરો તમને તમારી ભાષામાં સહાય પ્રદાન કરવા નિઃશુલ્ક અનુવાદ સેવા મેળવી શકે છે.

તમે સહાય માટે અમારો અથવા તમારી સ્થાનિક કાઉન્સિલનો પણ સંપર્ક કરી શકો છો. તમારી ભાષામાં સહાય મેળવવા તમે રાષ્ટ્રિય અનુવાદ અને દુભાષિયા સેવાનો ૧૩૧ ૪૫૦ પર સંપર્ક કરી શકો છો, દુભાષિયાને તમારી સ્થાનિક કાઉન્સિલના નંબર પર અથવા અમને ફોન કરવા કહો અને દુભાષિયો ફોન પર રહીને તમારા માટે ભાષાંતર કરશે.

અરજી ક્યારે કરવી:

બાળકો જે વર્ષે બાળમંદિરમાં જવા દાખલો લે તે વર્ષે જો ૩૦ એપ્રિલ પહેલાં ત્રણ વર્ષનાં થઇ જાય તો, તે ઇએસકેને પાત્ર છે.

જો તમારા બાળકની જન્મ તારીખ ૧ જાન્યુઆરી અને ૩૦ એપ્રિલની વચ્ચે આવતી હોય તો, કયા વર્ષથી તમને ઇએસકે મળશે તે જાણવા તેઓ શાળા કયા વર્ષે શરૂ કરશે તે ગણવાની તમારે જરૂર છે. તમારું બાળક તે પાંચ વર્ષનું થાય ત્યારે કે છ વર્ષનું થાય ત્યારે શાળા શરુ કરે તે તમે નક્કી કરી શકો છો. ત્યારબાદ, તેઓ ત્રણ વર્ષના કે ચાર વર્ષના થાય તે વર્ષે તેઓ ઇએસકે મેળવી શકે છે. જો તમારે તમારું બાળક ઇએસકેને પાત્ર ક્યારે થશે તે નક્કી કરવા સહાયની જરૂર હોય તો, તમે શિક્ષણ ખાતાંનો, તમારી સ્થાનિક કાઉન્સિલનો, તમારી માતૃ-શિશુ સ્વાસ્થ્ય પરિચારીકાનો કે તમારા વિસ્તારના એક બાળમંદિરનો અથવા તમારા વિસ્તારમાં નીચેની કોઇ એક સંસ્થાનો સંપર્ક કરી શકો છો.

  • ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિરની પૂછપરછ સેવા ૧૮૦૦ ૩૩૮ ૬૬૩
  • બ્રધરહુડ ઓફ સેન્ટ લોરેન્સ ૦૩ ૯૪૮૩ ૧૧૮૩
  • ફાઉન્ડેશન હાઉસ ૦૩ ૯૩૮૯ ૮૯૦૦
  • એફકેએ ચિલ્ડર્ન્સ સર્વિસીસ ૦૩ ૯૪૨૮ ૪૪૭૧
  • માઇગ્રન્ટ રિસોર્સ સેન્ટર નોર્થવેસ્ટ રિજન
    • સેન્ટ આલ્બન્સ: ૧૩૦૦ ૬૭૬ ૦૪૪ અથવા ૦૩ ૯૩૬૭ ૬૦૪૪
    • બ્રોડમીડોવ્ઝ: ૦૩ ૯૩૫૧ ૧૨૭૮
  • સ્પેક્ટ્રમ માઇગ્રન્ટ રિસોર્સ સેન્ટર ૧૩૦૦ ૭૩૫ ૬૫૩
  • વીઆઇસીએસઇજી ન્યુ ફ્યુચર્સ ૦૩ ૯૩૮૩ ૨૫૩૩
  • માઇગ્રન્ટ રિસોર્સ સેન્ટર નોર્થવેસ્ટ રિજન
    • સેન્ટ આલ્બન્સ: ૧૩૦૦ ૬૭૬ ૦૪૪ અથવા ૦૩ ૯૩૬૭ ૬૦૪૪
    • બ્રોડમીડોવ્ઝ: ૦૩ ૯૩૫૧ ૧૨૭૮
  • સ્પેક્ટ્રમ માઇગ્રન્ટ રિસોર્સ સેન્ટર ૧૩૦૦ ૭૩૫ ૬૫૩
  • વીઆઇસીએસઇજી ન્યુ ફ્યુચર્સ ૦૩ ૯૩૮૩ ૨૫૩૩

Reviewed 21 December 2022

Was this page helpful?