Three-Year-Old Kindergarten brochure - Gujarati

વિક્ટોરિયાની સરકાર એક દાયકા સુધીમાં લગભગ 5 બિલિયન (500 કરોડ) ડૉલર, સાર્વત્રિક ભંડોળ પૂરું પાડ્યું હોય તેવા ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડરગાર્ટન લાગુ પાડવા રોકાણ કરી રહી છે, અને તે હવે સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે.

વિક્ટોરિયાની સરકાર એક દાયકા સુધીમાં લગભગ 5 બિલિયન (500 કરોડ) ડૉલર, સાર્વત્રિક ભંડોળ પૂરું પાડ્યું હોય તેવા ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડરગાર્ટન લાગુ પાડવા રોકાણ કરી રહી છે, અને તે હવે સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે.

આનો અર્થ કે, વિક્ટોરિયાના બાળકો માટે ઊછરવા, રમવા અને મિત્રો બનાવવા માટે વધું એક વર્ષ.

ત્રણ વર્ષની ઉંમરથી ગુણવત્તાયુક્ત કિંડરગાર્ટન પ્રોગ્રામમાં ભાગ લેવાથી બાળકોના શિક્ષણ, વિકાસ, આરોગ્ય અને સુખાકારીના પરિણામોને વેગ મળે છે.

નાના બાળકો રમત દ્વારા તેમની આસપાસની દુનિયા વિષે શીખે છે.

રમત આધારિત શિક્ષણ નાના બાળકોને શિક્ષણ આપવાની શ્રેષ્ઠ રીત છે. તે બાળકોને તેમની કલ્પના શક્તિનો ઉપયોગ કરવાની, તેમના ભાષા કૌષલ્યો વિકસાવવાની અને સંખ્યા અને સ્વરુપો (પેટર્ન્સ) શિખવાની તક આપે છે. તેઓ બીજા સાથે કેવી રીતે ભળવું, વહેંચીને લેવું, સાંભળીને સમજવું અને તેમની ભાવનાઓની સંભાળ લેતાં પણ શીખે છે.

ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોય તેવા બે વર્ષનાં કિંડરગાર્ટનની વ્યવસ્થા વિક્ટોરિયાના બાળકોને માટે છે.

રાજ્યભરના બાળકોને 2022થી દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચ કલાકનું ભંડોળ પૂરું પડાયેલું હોય તેવા કિંડરગાર્ટનની સુવિધા મળશે. 2029 સુધીમાં આ કલાકો વધીને અઠવાડિયાના 15 કલાક થશે.

તમારું બાળક ગમે ત્યાં કિંડરગાર્ટનમાં જતું હોય, શિક્ષકો અને તાલીમ પામેલા કેળવણીકારો આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.

બાળકો આખા દિવસની બાળસંભાળ સેવા (લોંગ ડે કેર) (ચાઇલ્ડકેર) અથવા ફક્ત કિંડરગાર્ટન હોય ત્યાં કિંડરગાર્ટન કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.

નાના બાળકો રમત દ્વારા દુનિયા વિષે શીખે છે

તેઓ બીજા સાથે કેવી રીતે ભળવું, વહેંચીને લેવું, સાંભળીને સમજવું અને તેમની ભાવનાઓની સંભાળ લેતાં શીખે છે.

કિંડરગાર્ટન કાર્યક્રમમાં બાળકો રમતોનો ઉપયોગ તેમના ભાષા કૌશલ્યના વિકાસ માટે અને સંખ્યાઓ અને સ્વરુપો વિષે શીખવામાં કરે છે.

શિક્ષકો અને કેળવણીકારો બાળકોને શીખવા માટે જિજ્ઞાસુ, સર્જનાત્મક અને આત્મવિશ્વાસી બનવામાં મદદ કરે છે.

Updated