નિઃશુલ્ક કિંડર (About Free Kinder) - ગુજરાતી (Gujarati)

આખા વિક્ટોરિયામાં ભાગ લઇ રહેલ સેવાઓમાં ત્રણ- અને ચાર-વર્ષની વયનાઓ માટેનાં બાળમંદિર કાર્યક્રમોમાં નિઃશુલ્ક કિંડર ઉપલબ્ધ છે. આમાં લોન્ગ ડે કેર અને સ્ટેન્ડઅલોન (જેને સેશનલ પણ કહે છે) બંને પ્રકારની બાળમંદિર સેવાઓનો સમાવેશ થાય છે.

કુટુંબો માટે બચત

નિઃશુલ્ક કિંડરનો અર્થ છે બાળક દીઠ દર વર્ષે ૨,૫૦૦ ડૉલર સુધીની બચત.

ભાગ લઇ રહેલ સ્ટેન્ડઅલોન કિંડર (ફક્ત બાળમંદિર હોય તેવા)માં દાખલો થયેલ બાળકોના કુટુંબો એક નિઃશુલ્ક કાર્યક્રમ મેળવે છે.

ભાગ લઇ રહેલ લોન્ગ ડે કેરમાં દાખલો થયેલ હોય તેવા બાળકોના કુટુંબો બાળક દીઠ ફીની સામે ૨,૦૦૦ ડૉલર સુધી વળતર મેળવી શકે છે. જો તમારાં બાળકનો ૧૫ કલાકથી ઓછા સમયના ત્રણ-વર્ષની વયના બાળમંદિર કાર્યક્રમમાં દાખલો થયેલ હોય તો, તમે ફીની સામે પ્રમાણ અનુસાર વળતર મેળવશો.

નિઃશુલ્ક કિંડર માટે યોગ્યતા

નિઃશુલ્ક કિંડર બધાને માટે છે.

તે મેળવવા માટે પાત્ર થવા કુટુંબો પાસે હેલ્થ કેર કાર્ડ અથવા પેન્શન કાર્ડ, ઓસ્ટ્રેલિયાની નાગરિકતા, કે સરનામાનો પુરાવો હોવો જરૂરી નથી. નિઃશુલ્ક કિંડર મેળવવા તમારે ઓસ્ટ્રેલિયન ગર્વનમેન્ટ ચાઇલ્ડ કેર સબસિડી (સીસીએસ) માટે પાત્ર હોવું પણ જરૂરી નથી.

તમે એક સમયે એક જ બાળમંદિર સેવામાં નિઃશુલ્ક કિંડર મેળવી શકો છો. તમારી કિંડર સેવા તમને તમારે ક્યાં નિઃશુલ્ક કિંડર મેળવવું છે તેનું નામ જણાવતો પત્ર સહી કરવા કહેશે. જો તમારું બાળક એકથી વધુ બાળમંદિર સેવાઓમાં જતું હોય તો, તમારે દરેક સેવાને જણાવવું પડશે કે તમે નિઃશુલ્ક કિંડર ક્યાં મેળવવા માંગો છો.

નિઃશુલ્ક કિંડર ભંડોળ કેવી રીતે મેળવવું

નિઃશુલ્ક કિંડર પ્રદાન કરતી બાળમંદિર સેવાઓ ભંડોળ સીધું વિક્ટોરિયાની સરકાર પાસેથી મેળવે છે. આનો અર્થ કે કુટુંબોએ બચત માટે દાવો કરવો પડતો નથી, એના બદલે તમારી ફી ઘટી જશે.

સેશનલ કિંડરમાં તમારો કાર્યક્રમ નિઃશુલ્ક છે.

લોન્ગ ડે કેરમાં નિઃશુલ્ક કિંડર સામેનું ૨,૦૦૦ ડૉલરનું વળતર આખા વર્ષ દરમ્યાન નિયમિતરૂપે તમારી ફીમાં લાગ્યા કરશે (જેમકે દર અઠવાડિયે કે પખવાડિયે). તમારા ભરતિયા પર આ રકમ "વિક્ટોરિયન ગવર્નમેન્ટ ફ્રી કિંડર ઓફસેટ" તરીકે સ્પષ્ટ નોંધેલી દેખાવી જોઇએ.

જો તમે કોમનવેલ્થ ચાઇલ્ડકેર સબસિડી માટે પાત્ર હશો તો તે પહેલાં લાગુ પડશે. એનો અર્થ કે તમારે સીસીએસ અને નિઃશુલ્ક કિંડર વળતર પછી ફક્ત બચેલી રકમ ચુકવવાની રહેશે.

લોન્ગ ડે કેર કિંડર કાર્યક્રમનો ઉપયોગ કરતાં પરિવારો દરેક આવર્તનમાં થયેલ બચત, તેમના ભરતિયામાં ‘વિક્ટોરિયન ગવર્નમેન્ટ ફ્રી કિંડર ઓફસેટ’ સ્પષ્ટ લખાયેલ જોશે.

તમારે ચુકવવાની થતી ફીની સામે વળતર કેવી રીતે લાગુ પાડવામાં આવે છે

આખા વર્ષ દરમ્યાન નિયમિતરૂપે તમારા ફી સામે નિઃશુલ્ક કિંડર વળતર લાગુ પડતું રહેશે (ઉ.દા. તરીકે દર અઠવાડિયે કે પખવાડિયે) તમારા ભરતિયા પર આ રકમ "વિક્ટોરિયન ગવર્નમેન્ટ ફ્રી કિંડર ઓફસેટ" તરીકે સ્પષ્ટ નોંધેલી દેખાવી જોઇએ.

તમારી ફી સામે વળતર કેવી રીતે લાગુ પાડવામાં આવશે અને તમારા ભરતિયા પર તે કેવી રીતે નોંધાયેલ હશે તે વિશે માહિતી માટે, કૃપા કરીને સીધી તમારી બાળમંદિર સેવા સાથે વાત કરશો. જો તમારું બાળક દર અઠવાડિયે ૧૫થી વધુ કલાકો મેળવતું હોય તો, આ વધારાનાં કલાકો વળતરમાં આવરી લેવાતા નથી.

જો તમે કોમનવેલ્થ ચાઇલ્ડકેર સબસિડી માટે પાત્ર હશો તો તે પહેલાં લાગુ પડશે. એનો અર્થ કે તમારે સીસીએસ અને નિઃશુલ્ક કિંડર વળતર પછી ફક્ત બચેલી રકમ ચુકવવાની રહેશે.

ઉદાહરણ:

  • ૪-વર્ષની-ઉંમરનું એક બાળક અઠવાડિયાના ૩ દિવસ માટે કિંડર કાર્યક્રમ સાથેના એક લોન્ગ ડે કેરમાં જાય છે.
  • તે સેવા ૩ દિવસના (કિંડર કલાકો અને વધારાની સંભાળના કલાકો સહિત) ૩૬૦ ડૉલર લે છે.
  • કુટુંબને ૨૫૨ ડૉલર સીસીએસ મળે છે.
  • સેવા ૪૦ અઠવાડિયા દરમ્યાન, ૨,૦૦૦ ડૉલર (દર અઠવાડિયે ૫૦ ડૉલર) મુજબ અઠવાડિક નિઃશુલ્ક કિંડર વળતર લાગુ પાડે છે.
  • આ કુટુંબ સીસીએસ અને નિઃશુલ્ક કિંડર વળતર પછી ૫૮ ડૉલર ચુકવે છે

કૃપા નોંધ લેશો. આ ફક્ત એક ઉદાહરણ છે, વ્યક્તિગત સંજોગો પ્રમાણે ખર્ચ બદલાશે.

Updated