કિંડર કેવી રીતે કામ કરે છે (How kinder works) - ગુજરાતી (Gujarati)

ત્રણ વર્ષની ઉંમર માટેના કિંડર અને કિંડરગાર્ટન વહેલાં શરૂ કરવા વિષે સાંભળો.

Transcripts

'કિંડરગાર્ટન' અથવા 'અર્લિ ચાઇલ્ડહુડ એજ્યુકેશન' તરીકે પણ ઓળખાતું કિંડર (બાળમંદિર), તમારા બાળકના વિકાસ અને શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમારા બાળકનો બાળમંદિર કાર્યક્રમમાં બે વર્ષ માટે દાખલો કરાવવાથી તેમના કૌશલ્યોનો વિકાસમાં કરવામાં સહાય થાય છે, જેથી તેઓ શાળામાં અને જીવનમાં સારું કરી શકે.

બાળમંદિરના કલાકો:

ત્રણ-વર્ષની વયના માટેનો કિંડર કાર્યક્રમ દર અઠવાડિયે ૫થી ૧૫ કલાકોની વચ્ચે હોય છે અને ચાર-વર્ષની વયનાનો કિંડર કાર્યક્રમ ૧૫ કલાકનો હોય છે.

સાબિત થયેલ પરિણામો:

જે બાળકો બાળમંદિર કાર્યક્રમમાં જાય છે તેઓ ગણના કરવી અને આંકડાં અને અક્ષરો ઓળખવા અને કોયડા ઉકેલવા જેવા કૌશલ્યો વિકસાવવાનું શરૂ કરી દે છે. તમારું બાળક બાળમંદિરમાં તેનો આત્મવિશ્વાસ અને સ્વાશ્રયતા કેળવશે અને સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યો શીખશે. તેઓ સમાજિક રીતે હળતાંમળતાં થશે અને નવા મિત્રો બનાવશે.

સંશોધનો દર્શાવે છે કે, જે વિદ્યાર્થીઓએ શાળા શરૂ કરતાં પહેલાં બે કે ૩ વર્ષનાં બાળમંદિરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તેમના ૧૬ વર્ષની ઉંમરે અંગ્રેજી અને ગણિતનાં ગુણાંક જેમણે ભાગ ન હતો લીધો તેમના કરતાં વધુ હતા.

વાલીઓ અને બાળમંદિરના તાલીમ આપનારાઓ કઇ રીતે સાથે મળીને કામ કરે છે:

માતાપિતા/સંભાળકર્તાઓ, પરિવારો અને શિક્ષકો વચ્ચેની ભાગીદારીથી બાળમંદિર શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. તમારા બાળકના વિકાસમાં એક માતાપિતા/સંભાળકર્તા તરીકે તમારો સૌથી અગત્યનો ફાળો છે. તમે તેમને સાચા અને ખોટાનો ફરક, તમારી ભાષા, સંસ્કૃતી અને દયાભાવ તથા આદર જેવા મૂલ્યો શીખવો છો. શિક્ષકો તમને બાળમંદિરમાં શું થઇ રહ્યું છે તે વિષે વાત કરશે અને તમારા બાળકને ઘરે શિક્ષણ મેળવતાં રહેવામાં સહાય માટેના વિવિધ રસ્તા દર્શાવશે. તેઓ તમારા બાળકને શેમાં રુચી છે અને તેઓ કઇ રીતે શિક્ષા મેળવી શકે તેમ છે તે જાણવા માંગે છે.

તમારા બાળમંદિરના શિક્ષકને તમે ગમે ત્યારે દુભાષિયાની વ્યવસ્થા કરવા કહી શકો છો. તે રૂબરૂ કે ફોન પર અથવા વિડીયો રૂપે હોય શકે છે. આ સેવા મેળવવામાં પરિવારોને કોઇ શુલ્ક લાગતું નથી.

બાળમંદિરમાં શું થાય છે:

શિક્ષકો બાળકોને રમત રમતાં-રમતાં શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરે છે. પ્રવૃત્તિઓમાં ચિત્રકામ, ગાવું, ચઢવું, ખોદવું અને બહાર દોડવું, રમકડાંઓ સાથે રમવું અને પુસ્તકો વાંચવાનો સમાવેશ થઇ શકે છે. રમતો બાળકોને, અન્યોની સાથે વહેંચી અને વારા લઇ સહકાર આપતાં-આપતાં, તેમની કલ્પના શક્તિનો ઉપયોગ કરવા અને નવું જાણવા માટે પ્રોત્સાહિત કરે છે. બાળકો અંગ્રેજી કેવી રીતે બોલવું અને સમજવું તે સાથે ઊચ્ચારણો, શબ્દો અને ભાષા શિખશે.

બાળમંદિરો આપણાં બહુસાંસ્કૃતિક સમાજનો ભાગ છે:

બાળમંદિર કાર્યક્રમો દરેક પૃષ્ઠભૂમિના વાલીઓને તેમના સમુદાયનો ભાગ બનવા આવકારે છે. તે એક એવી જગ્યા છે જ્યાં વાલીઓ એકબીજાને મળીને અને વાતોની આપલે કરીને એકબીજા પાસેથી શીખી શકે છે.

શિક્ષકો તમારા બાળક અને તમારી સંસ્કૃતિ વિષે જાણવા માંગે છે. તે તેમને, સાંસ્કૃતિક દિવસો અને કાર્યક્રમો આધારિત પ્રવૃત્તિઓ સહિત તમારા બાળક માટે અર્થસભર કાર્યક્રમો તૈયાર કરવામાં અને વિક્ટોરિયાની બહુવિધતાને ઊજાગર કરવામાં સહાય કરે છે.

શિક્ષકો પ્રવૃત્તિઓમાં બધાને જ સામેલ કરે છે, જેથી જે બાળકો અંગ્રેજી નથી બોલતાં તેમને પણ અન્યો જેવી જ રમવાની અને શિખવાની તક મળે છે. કેટલાંક બાળમંદિર કાર્યક્રમોમાં દ્વીભાષી તાલીમ આપનારા હોય છે જે એવા બાળકો કે જે થોડું અંગ્રેજી બોલતાં હોય કે સહેજ પણ ન બોલતાં હોય તેમને સહાય કરે છે. બાળકોને બીજાની સાથે ભળતાં અને અન્યોને સ્વીકારતાં તથા સાંસ્કૃતિક જુદાંપણાંનો આદર કરતાં શિખવવામાં આવે છે.

બાળમંદિર કાર્યક્રમોનાં પ્રકારો

બાળકો લોન્ગ ડે કેર (જેને ચાઇલ્ડકેર પણ કહે છે) સેન્ટર અથવા ફક્ત કિંડર સેવા (સ્ટેન્ડઅલોન - જેને સેશનલ પણ કહે છે)માં ત્રણ-વર્ષની વયના માટેના કિંડર કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. સામાન્યરીતે આ સેવાઓ ચાર-વર્ષની-ઉંમરના માટેનો બાળમંદિરનો પ્રોગ્રામ પણ ચલાવતી હોય છે.

લોન્ગ ડે કેર કેન્દ્ર બાળમંદિર કાર્યક્રમ સહિત આખા દિવસનું શિક્ષણ અને સંભાળ પૂરું પાડી શકે છે. શિક્ષકની આગેવાની હેઠળનાં બાળમંદિર કાર્યક્રમને શિક્ષણ અને સંભાળના વધારાના કલાકો સાથે ભેળવી શકાય છે.

સ્ટેન્ડઅલોન સેવામાં, ફક્ત ચોક્કસ દિવસો અને ચોક્કસ સમયે જ કિંડર કાર્યક્રમ ચાલશે. સામાન્ય રીતે સ્ટેન્ડઅલોન સેવા એક વર્ષમાં શાળા સત્ર દરમ્યાન ૪૦ અઠવાડિયા ચાલે છે અને શાળાઓમાં રજાના સમયે જ રજા રાખે છે. આ દિવસો અને કલાકો કિંડર સેવા દ્વારા નિયત કરવામાં આવે છે.

Updated