JavaScript is required
Relief and recovery support is available for people impacted by the January 2026 Victorian bushfires.
Visit Emergency Recovery Victoria

કેવી રીતે અને ક્યારે નોંધણી કરવી (How and when to enrol) - ગુજરાતી (Gujarati)

તમારી સ્થાનિક કાઉન્સિલ અથવા કિંડરગાર્ટન સેવા સાથે દાખલાની પ્રક્રિયા વિશે વાત કરો. તમે ત્રણ-વર્ષની વયના માટેના કિંડરગાર્ટન પુછપરછ રેખાને ૧૮૦૦ ૩૩૮ ૬૬૩ પર ફોન અથવા 3YO.kindergarten@education.vic.gov.au પર ઇમેલ પણ કરી શકો છો. તમારી ભાષા સંબંધી સહાય અથવા દુભાષિયો મેળવવા માટે, પહેલા ૧૩૧ ૪૫૦ પર કૉલ કરો.

અર્લિ સ્ટાર્ટ કિન્ડરગાર્ટન (ઇએસકે)

શરણાર્થી અને આશ્રય ઇચ્છુક પૃષ્ટભૂમિના બાળકો વધારાની સહાય મેળવી શકે છે અને અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન દ્વારા બાળમંદિરમાં દાખલામાં અગ્રતા મેળવી શકે છે. જ્યારે તમે તમારા બાળકની નોંધણી કરાવો ત્યારે તમારી સ્થાનિક સેવાને અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન વિશે પૂછી શકો છો અથવા વધુ માહિતી માટે અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટનની મુલાકાત લો.

દાખલો ક્યારે કરાવવો

વિક્ટોરિયામાં જ્યારે બાળકો ૩ વર્ષના થાય ત્યારે તમે તેમને બાળમંદિર કાર્યક્રમ શરૂ કરાવી શકો છો. તેઓ ક્યા વર્ષે ત્રણ અને ચાર વર્ષના કિન્ડરગાર્ટન અથવા પ્રી-પ્રેપ શરૂ કરી શકે તે જાણવા માટે, તમે પ્રારંભિક ઉંમરના કેલ્ક્યુલેટરમાં તમારા બાળકની જન્મતારીખ દાખલ કરી શકો છો.

જો તમારા બાળકનો 1 જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ વચ્ચે જન્મ થયો હોય તો તમે પસંદ કરી શકો છો કે તેઓ કયા વર્ષે ત્રણ-વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરે. જ્યારે તેઓ ૩ વર્ષના થાય તે વર્ષે અથવા તેઓ ૪ વર્ષના થાય ત્યારે તમારું બાળક ત્રણ વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરી શકે છે. જો તમારું બાળક ૩ વર્ષનું થાય ત્યારે ત્રણ વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરે તો તેઓ જ્યારે ૫ વર્ષના થાય ત્યારે શાળા શરૂ કરશે. જો તમે તમારા બાળકને ત્રણ વર્ષના કિન્ડરગાર્ટનમાં મોકલવાનું પસંદ કરો તો, તેઓ જ્યારે ૬ તે વર્ષના થાય ત્યારે શાળા શરૂ કરશે.

બાળમંદિર કાર્યક્રમ શોધો

મંજૂર કિન્ડર પ્રોગ્રામ્સ ઓફર કરતી સેવાઓ શોધવા માટે, કિન્ડર પ્રોગ્રામ શોધો વેબસાઇટની મુલાકાત લો. તમારી સ્થાનિક કાઉન્સિલ અને બાળમંદિર સેવાઓ પણ તમને કિંડરગાર્ટનમાં સ્થાન શોધવામાં મદદ કરી શકે છે.

કિંડર ટીક જુઓ

'કિંડર ટીક' વિક્ટોરિયાના પરિવારોને તેમના બાળકો માટે માન્યતા પ્રાપ્ત બાળમંદિર કાર્યક્રમ શોધવામાં મદદ કરે છે.

તમારી સ્થાનિક બાળમંદિર સેવામાં, સેવા પર કે કેન્દ્રના મકાન પર કે તેના પ્રાંગણમાં, તેમની વેબસાઇટ અથવા તેમના માહિતી પત્રો પર કિંડર ટીક ચિન્હ છે કે કેમ તે જુઓ.

Updated