ભેગા મળીને, આપણે સલામત શાળાઓ બનાવીએ જ્યાં દરેક વ્યક્તિ સંમિલિત હોય, શિક્ષણ મેળવે અને સમૃદ્ધ થાય.
જ્યારે શાળાઓ, પરિવારો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ. આ ભાગીદારી શાળામાં એવું વાતાવરણ બનાવવા માટે આવશ્યક છે જે તમામ વિદ્યાર્થીઓને સંમિલિત થવા, શીખવા અને સમૃદ્ધ થવા માટે મદદ કરે છે. માતાપિતા અને સંભાળકર્તા તરીકે, તમે તમારા બાળકને અરસપરસ વર્તણૂકની અપેક્ષાઓને સમજવા અને તેને પૂરી કરવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવો છો.
વિદ્યાર્થીઓ અપેક્ષિત વર્તણૂક કેવી રીતે દર્શાવે છે
શાળામાં, તમામ વિદ્યાર્થીઓ પાસે આદરપૂર્વક, સલામત અને સંમિલિત રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ વર્તણૂકો શાળાઓને એવી જગ્યા બનાવવામાં મદદ કરે છે જ્યાં દરેક વ્યક્તિ સફળ થઈ શકે.
વિદ્યાર્થીઓ આદરપૂર્વક, સલામત અને સંમિલિત રહીને આ વર્તણૂકની અપેક્ષાઓ પૂરી કરે છે.
આદરપૂર્વક
- કર્મચારીઓની સૂચનાઓ અને શાળાના નિયમોનું પાલન કરવું.
- શાળાની મિલકત અને અન્યના સામાનની સંભાળ રાખવી.
- આદરપૂર્વક ભાષાનો ઉપયોગ કરવો.
સલામત
- પોતાને અને અન્યને નુકસાનથી સુરક્ષિત રાખવા.
- જો તેમની અથવા અન્ય કોઈની સાથે અન્યાયી વર્તન કરવામાં આવી રહ્યું હોય તો જણાવવું અથવા પુખ્ત વયનાની મદદ માંગવી.
- ફક્ત સલામત અને જરૂરી વસ્તુઓ શાળામાં લાવવી.
સંમિલિત
- દરરોજ શાળામાં જવું, સમયસર રહેવું, અને શીખવા માટે તૈયાર રહેવું.
- ભાગ લેવો, તેમનાથી શક્ય હોય તેટલું શ્રેષ્ઠ કરવું, અને જ્યારે તેમને જરૂર હોય ત્યારે મદદ માંગવી.
- મોબાઈલ ફોન ઉપયોગની નીતિ સહિતની શાળાની નીતિઓ જાણવી અને તેનું પાલન કરવું.
માતાપિતા અને સંભાળકર્તાઓ કેવી રીતે મદદ કરી શકે છે
હકારાત્મક વર્તણૂક પ્રદર્શિત કરીને અને તેને પ્રોત્સાહન આપીને, તમે તમારા બાળકને શાળામાં સફળ થવા માટે જરૂરી કુશળતા અને આદતો કેળવવામાં સહાય કરો છો. જ્યારે પરિવારો અને શાળાઓ સાથે મળીને કામ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.
માતાપિતા અને સંભાળકર્તાઓ નીચે મુજબ કરીને તેમના બાળકના વર્તણૂકને ટેકો આપવા માટે મદદ કરી શકે છે:
આદરપૂર્વક
- શાળાના નિયમો જાણવા અને તેમને ઘરે સમર્થન આપવું.
- તમે શાળાના કર્મચારીઓ, પરિવારો અને અન્ય લોકો સાથે તથા તેના વિશે રૂબરૂમાં અને ઓનલાઇન કેવી રીતે વાત કરો છો તેમાં આદરપૂર્વક વર્તણૂકને પ્રદર્શિત કરીને.
- ચિંતાઓની વહેલી તકે જાણ કરવા અને ઉકેલવા માટે શાળાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને.
સલામત
- જો તમારા બાળકને શાળામાં સમસ્યા નડી રહી હોય તો તે મુદ્દો સમજવા અને તેનો ઉકેલ લાવવા કર્મચારીઓ સાથે મળીને કામ કરીને.
- શાળામાં વિશ્વસનીય પુખ્ત વયના વ્યક્તિને મદદ માટે પૂછવું યોગ્ય છે તેની તમારા બાળકને જાણ છે તે સુનિશ્ચિત કરીને.
- તેમની સાથે વાત કરીને અને ચિંતાઓને વહેલી તકે ઉકેલીને તમારું બાળક ઓનલાઇન સલામત રહે તે સુનિશ્ચિત કરીને.
સંમિલિત
- તમારા બાળકને દરરોજ શાળામાં હાજરી આપવા માટે મદદ કરીને - દરેક દિવસ મહત્વનો છે.
- શાળાના કર્મચારી સાથે વાતચીત કરીને અને તમારા બાળકના શિક્ષણ અને સુખાકારીને ટેકો આપવા માટે સાથે મળીને કામ કરીને.
- તમારા બાળક સાથે તેમના દિવસ વિશે અને તેઓ કેવું અનુભવી રહ્યા છે તે વિશે વાત કરીને, અને તેમના પ્રયત્નો અને પ્રગતિને ધ્યાનમાં રાખીને તેમના શિક્ષણને પ્રોત્સાહિત કરીને.
અમે જાણીએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો શાળામાં હાજરી જાળવવામાં સંઘર્ષ કરી રહ્યા છે અથવા શાળામાં જવાની અનિચ્છાને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. અહીં કેટલાક સંસાધનો છે જે મદદ કરી શકે છે:
વર્તણૂકની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં શાળાઓ વિદ્યાર્થીઓને કેવી રીતે ટેકો આપે
હકારાત્મક વર્તણૂકનું શિક્ષણ આપીને અને તેને બળવત્તર કરીને, શાળાઓ શિક્ષણ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને હકારાત્મક, સલામત અને વાજબી શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરે છે.
શાળાઓ આદરપૂર્વક, સલામત અને સંમિલિત રહીને પરિવારો અને વિદ્યાર્થીઓને ટેકો આપે છે.
આદરપૂર્વક
- વિદ્યાર્થીઓને શાળાના નિયમો અને હકારાત્મક વર્તણૂકની અપેક્ષાઓનું શિક્ષણ અને પ્રદર્શન કરીને.
- અપેક્ષિત આદરપૂર્વકની વર્તણૂકનું સ્પષ્ટ રીતે શિક્ષણ આપીને, પ્રદર્શન અને સ્વીકાર કરીને.
- તમામ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને સંભાળકર્તાઓ સાથે સહયોગથી અને હકારાત્મક રીતે સંમિલિત થઇને.
સલામત
- ગુંડાગીરીને રોકવા અને તેનો પ્રતિસાદ આપવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવા માટે સ્પષ્ટ નીતિઓ અને કાર્યવાહી રાખીને.
- વિદ્યાર્થીઓને સક્રિયપણે વધારાની સહાય ઉપલબ્ધ કરાવીને, અને વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવામાં અને મદદ મેળવવા માટે ટેકો આપીને.
- શારીરિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સલામત શાળા વાતાવરણ જાળવવા માટે સમસ્યાઓને સક્રિયપણે ઓળખી અને તેનો ઉકેલ લાવીને.
સંમિલિત
- તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવું પુરાવા આધારિત, સમાવેશક શિક્ષણ પૂરું પાડીને.
- વિદ્યાર્થીઓનું તેમના શિક્ષણ અને શાળા જીવનને અસર કરતા નિર્ણયોમાં અભિપ્રાય આપવા સશક્તિકરણ કરીને.
- બધા વિદ્યાર્થીઓને તેમની નોંધ લેવામાં તથા સાંભળવામાં આવે છે અને તેમની ગરિમા જળવાય છે તેવું લાગે તે સુનિશ્ચિત કરવા માટે મજબૂત, વિશ્વાસપાત્ર સંબંધોનું નિર્માણ કરીને.
શિક્ષણ વિભાગ, શાળાઓને સકારાત્મક વિદ્યાર્થી વર્તન સ્થાપિત કરવા અને શાળાઓ, વિદ્યાર્થીઓ અને પરિવારો વચ્ચે હકારાત્મક સંબંધો વધારવા માટે સંસાધનો અને સહાય પ્રદાન કરે છે.
માતાપિતા અને સંભાળકર્તાઓ મદદ માટે ક્યાં જઇ શકે
જો તમે તમારા બાળકની સુખાકારી, વર્તન અથવા સલામતી વિશે ચિંતિત છો તો તમે:
- પ્રથમ પગલાં તરીકે તમારા બાળકના શિક્ષક અથવા સંપર્ક માટે યોગ્ય વ્યક્તિ શોધી તેની સાથે વાત કરો અને ચિંતાઓની જાણ કરવા માટે શાળાની પ્રક્રિયાને અનુસરો.
- સહાય અથવા સંદર્ભ માટે શાળાને પૂછો - તેઓ તમને સુખાકારી કર્મચારી અથવા નિષ્ણાત સેવાઓ સાથે જોડી શકે છે.
- જો તમને વધુ સહાયની જરૂર હોય તો શિક્ષણ વિભાગની પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરો.
નીચેના સંસાધનો પણ ઉપલબ્ધ છે:
- રાઇઝિંગ ચિલ્ડ્રન નેટવર્ક - શાળાએ જવાની ઉંમરનાં, કુમારાવસ્થા અને કિશોરાવસ્થાનાં બાળકોના માતાપિતાને સલાહ પ્રદાન કરે.
- ઇસેફટી કમિશનર - બાળકોને ઓનલાઇન સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે માતાપિતા અને સંભાળકર્તાઓ માટે સલાહ.
- રીપોર્ટ રેસિઝમ હોટલાઇન - શાળાઓમાં જાતિવાદ અથવા ધાર્મિક ભેદભાવની જાણ કેવી રીતે કરવી તે જાણો.
- બુલી સ્ટોપર્સ - ગુંડાગીરી વિશે માતાપિતા અને સંભાળકર્તાઓ માટે સલાહ.
Updated